Sunday 9 July 2023

આધારકાર્ડ મા ડોક્યુમેંટ અપડેટ કરાવવુ. - શુ છે આધાર ડોક્યુમેન્ટ અપડેટ?

    હાલ થોડા સમયથી આધારકાર્ડમાં ડોક્યુમેંટ અપડેટ કરવા માટે આધાર ઓથોરીટી દ્વારા લોકો ના ફોન મેસેજીસ આવી રહ્યા છે, એમા શું કરવાનું રહે છે તે નીચે મુજબ સમજીએ.






(૧) આ મેસેજનો અર્થ શું?

આ મેસેજમાં એવુ કહેવા માંગે છે કે આધારકાર્ડમાંં ૧૦ વર્ષે એક્વાર ડોક્યુમેન્ટસ અપડેટ કરાવવાના હોય છે. એટલે કે આધારકાર્ડની વેબસાઈટ અથવા આધાર સેવા કેંદ્ર ખાતે જઈ પોતાના ઓરીજનલ દસ્તાવેજ આધારકાર્ડ માં ઓનલાઇન અપલોડ કરવાના રહે છે.

(૨) કયા દસ્તાવેજ અપલોડ કરવાના રહે છે?

દસ્તાવેજ મા આવેલ મેસેજ મુજબ પ્રુફ ઓફ આઈડેન્ટીટી એટલે કે ઓળખ નુ પ્રમાણ અને પ્રુફ ઓફ એડ્રેસ એટલે કે સરનામાનુ પ્રમાણ જે ઓરીજનલ સ્કેન કરીને ઓનલાઈન અપલોડ કરવાનુ રહે છે.

(૩) ડોક્યુમેન્ટ કરતી વખતે ધ્યાનમા રાખવા જેવી બાબત.

દસ્તાવેજ અપલોડ કરતી વખતે આધારકાર્ડ મા જેવુ નામ અને સરનામુ સરખુ આવતુ હોય તેવા જ દસ્તાવેજ અપલોડ કરવાના રહે છે. નહીતર રીજેક્ટ થવાની સંભાવના રહે છે. જો રીજેક્ટ થયા તો ફરીથી દસ્તાવેજ અપલોડ કરવાના  રહે છે.

હાલ આ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે કોઈ પણ ઓનલાઈન  ફી ભરવાની રહેશે નહી. જે હાલ આધાર ઓથોરિટી દ્વારા છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2023 આપવામા આવી છે. જો ત્યારબાદ ફી ભરીને ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે અથવા આધાર ઓથોરીટી ના જણાવ્યા અનુસાર રહેશે.

photo from UIDAI


અપલોડ કરવા માટે જરુરી દસ્તાવેજ 

> પ્ર્ફ ઓફ આઈડેન્ટીટી ( ઓળખ નુ પ્રમાણ)



> પ્રુફ ઓફ એડ્રેસ ( સરનામાનુ પ્રમાણ)






> આધાર અપડેટ માટે સપોર્ટીગ ડોકયુમેન્ટ માટેની લિંક માટે અહિ ક્લિક કરો 





No comments:

Post a Comment